-->

Vote for republic day 2025

 26મી જાન્યુઆરી, 2025ના રોજ પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ''કર્તવ્ય પથ'' ઉપર ભવ્ય અને રંગારંગ પરેડનું આયોજન થશે. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થશે. છેલ્લા 2 વર્ષથી ગુજરાત પબ્લિક ચોઈસ એવોર્ડમાં સતત પ્રથમ આવી રહ્યું છે. જે ગુજરાત માટે ગૌરવ સમાન છે, આ વર્ષે પણ ગુજરાત માટેના આપણા ગૌરવ અને પ્રેમને વ્યક્ત કરવાની ફરીથી તક ઊભી થઈ છે. જેમાં ગુજરાત દ્વારા પણ ‘’વિરાસતથી વિકાસના અદભૂત સંગમ’’ની થીમ પર આધારિત ટેબ્લો પ્રદર્શિત થશે. જેની લિંક 26/01/2025 ના રોજ શેર કરવામાં આવશે જેમાં આપનું અમૂલ્ય કિંમત વોટિંગ કરીને તેમજ આપના થકી વધુ માં વધુ સંખ્યામાં ઓનલાઈન વોટિંગ કરાવીને, આ વખતે પણ ગુજરાતને સતત ત્રીજીવાર વિજેતા બનાવવાનું ચૂકશો નહિ. આપના વિભાગના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, વિભાગ સાથે જોડાયેલા લાભાર્થીઓ વધુને વધુ વોટિંગ કરે તે સુનિશ્ચિત કરવા વિનંતી...



નોંધ: તા.26 જાન્યુઆરી 2025ના રોજ જાહેર રજા હોવાથી આ કામગીરી સંદર્ભે અત્યારથી જ એક ચોક્કસ પ્લાનિંગ થાય અને 26 જાન્યુઆરીના રોજ જયારે પણ લીંક ઓપન થાય ત્યારથી મોટી સંખ્યામાં ઓનલાઈન વોટિંગ અને તેનું રિપોર્ટીંગ થાય તે સુનિશ્ચિત કરી શકાય.

ઘણી વખત વોટિંગના દિવસે સર્વરની સમસ્યા આવતી હોય છે, જેથી યુઝર વોટીંગની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રયત્ન ચાલુ રાખે અને વોટિંગ કર્યાનો સ્ક્રીનશોટ પણ લે તેવી સૂચના આપી શકાય.

આવો , સહુ સાથે મળીને ગુજરાતે સ્થાપિત કરેલી પબ્લિક ચોઈસમાં ટેબ્લો પ્રદર્શનમાં વિજયી બનવાની ગૌરવશાળી પરંપરાને મહત્તમ વોટિંગ દ્વારા આગળ વધારીએ.

તમારો એક એક વોટ, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે !


ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરીએ વધુ એકવાર વિજેતા બનાવો...


26મી જાન્યુઆરી, 2025ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના ''કર્તવ્ય પથ'' ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા હતા. 

 

મિત્રો, ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : “ગુજરાત: આનર્તપુરથી એકતાનગર સુધી–વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ"ને આ સાથે સામેલ લિંકનો ઉપયોગ કરી આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ ! 


આ લિંક આપ આપના મિત્રો, પરિચિતો, યુવાઓ, સમાજ અને કચેરીના સભ્યોને મોટા મોટા પ્રમાણમાં શેર કરો.અને તેમને પણ વોટિંગ કરવા વિનંતી કરી, ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવવામાં સહકાર આપો.  


પ્રજાસત્તાક દિની શુભેચ્છાઓ સહ આભાર.  


આ રીતે કરી શકાય છે વોટિંગ : 


અહીં નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને વોટિંગ કરો :


https://www.mygov.in/group-poll/vote-your-favourite-tableau-and-marching-contingent-republic-day-parade-2025/

• ત્યારબાદ, રાજ્યોના ટેબ્લોની સૂચિઓ જુઓ, અને જેમાં ગુજરાત 05 (પાંચમાં ક્રમાંકે) છે, ત્યાં ટીક કરો.

• નીચે લીલા (Green) બટનમાં Log in to Participate છે દબાવો 

• ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર/ઇ-મેલ આઈડી નાખો.

• જેથી તેમાં તમને એક OTP પ્રાપ્ત થશે. 

• આ OTP નાખતા થોડીવારમાં જ તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઇ જશે. 


જો SMS (Messages) થી વોટિંગ કરવા માંગતા હોવ તો નીચેની પદ્ધતિનો અમલ કરો : 


SMS Syntax: MYGOVPOLL<space>357026<comma>Choice NumberSend to 7738299899


વોટિંગ લિંક તા.26 જાન્યુઆરી, 2025 રાત્રે 12:00 વાગ્યા સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી ગુજરાતના ટેબ્લોને વિજેતા  નંબર વન બનાવો.

ભારત માતા કી જય..

વંદે માતરમ્.. 

0 Response to "Vote for republic day 2025"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel